cropped-logo.png

Khajuraho Pravas

Home/ Khajuraho Pravas

વિશ્વ વિખ્યાત ખજુરાહોના સ્થાપત્યોનો પ્રવાસ

“સોમપુરા સ્થાપત્ય ફાઉન્ડેશન” દ્વારા સોમપુરા શિલ્પી સ્થપતિઓને શિલ્પ જેવા ગુઢ વિષયનું સાચું અને સચોટ જ્ઞાન મળી રહે તેમજ પ્રાચિન સ્થાપત્યોની વ્યવસ્થિત જાળવણી અને તે અંગેની ટેકનોલોજી અંગે પ્રોફેશનલ માહિતી મળી રહે તે જાવાનું આ ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ છે.

મધ્યપ્રદેશના છતરપુર જીલ્લા સ્થિત ખજુરાહોનો ઇતિહાસ બહુ પ્રાચીન તેમજ મધ્યકાલીન મંદિરો માટે વિશ્વવિખ્યાત છે. આ નગરમાં ખૂબજ મોટી સંખ્યામાં પ્રાચીન હિંદુ અને જૈન મંદિરો આવેલાં છે. ચંદેલરાજાઓએ કુલ ૮૦ મંદિરોનું નિર્માણ ઇ.સ. ૯૫૦ થી ૧૦૫૦ વચ્ચે કર્યું હતુ તેમાંથી હાલમાં માત્ર ૨૫ મંદિરો જ હયાત છે. ખજુરાહોના મંદિર પશ્ચિમ પૂર્વી તથા દક્ષિણના ક્ષેત્રસમૂહોમાં વિભાજીત છે. જેમાં ૬૪ યોગિનીનું મંદિર મુખ્ય છે. ઉપરાંત કંડારીયા મહાદેવ, પાર્વતી મંદિર, લક્ષ્મણ મંદિર, દુલાદેવ મંદિર તથા ચતુર્ભુજ મંદિર તેના શિલ્પકલા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ મંદિરોમાં કામશાસ્ત્ર ની વિભિન્ન કલા ખૂબસૂરતીથી ઉભારવામાં આવેલી છે.

સોમપુરા શિલ્પી સ્થપતિઓને આ અ પ્રિતમ ધરોહરને પ્રત્યક્ષ રીતે નિરીક્ષણ કરવા અને સાથે સિનિયર પ્રોફેશનલ સ્થપતિઓના માર્ગદર્શન સાથે મુલાકાત લેવાનું આયોજન કરેલ છે.

આ પ્રવાસના આયોજનની તારીખ અને વિગતવાર માહિતી ટુંક સમયમાં જણાવવામાં આવશે.