વિશ્વની શિલ્પકળાના ઇતિહાસમાં ભારતિય સોમપુરા શિલ્પીઓએ અજાડ કલામંડિત સ્થાપત્યો રચીને શિલ્પકલાને ચતુર્દિશ ફેલાવી છે. પથ્થર જેવી નિર્જીવ વસ્તુને ટાંકણા અને હથોડાની મદદથી અનેકવિધ સ્વરૂપે કલાના ઉત્કૃષ્ટ નમુનાઓ જેવા કે સદીઓ પુરાણા મંદિરો, જીનાલયો, મહાલયો, કિલ્લાઓ, જગ પ્રસિદ્ધ વાવ, શિલ્પો જેવા અનેક અમર શિલ્પોની અદ્વિતિય કૃતીઓનું કલાધર સોમપુરા શિલ્પીઓએ સર્જન કરેલ છે. શિલ્પકલાના અદ્વિતિય વિશાળ મહાલયો દ્વારા સોમપુરા શિલ્પીઓએ ભારતીય જીવન દર્શન અને સંસ્કૃતિને પોતાનું જીવન વિતાવી પોતાના ધર્મની મહત્તમ ભાવના વિશ્વના ચરણે ધરી છે.
આપણી પ્રાચિન પરંપરાનું આપણી ભાવી યુવાપેઢીને વારસામાં જ્ઞાન મળે અને કલાનું શાસ્ત્રીય વિધાન જળવાઈ રહે તેમજ વંશ પરંપરાગત શિલ્પના વ્યવસાયમાં ઉગતા સોમપુરા શિલ્પીઓને ઉપયોગી થાય તે માટે સોમપુરો સ્થાપત્ય ગ્રંથનું કાર્ય અંતીમ તબક્કામાં ચાલી રહ્યું છે.