સમગ્ર વિશ્વમાં ભવ્યાતિભવ્ય મંદિરો, દેરાસરો, ચર્ચ અને ગિરજાઘરો જેવા પવિત્ર સ્થળોએ આરસના પત્થર અને તેમાંથી બનેલી કલાકૃતિઓનું વિશેષ માહાત્મ્ય જાવા મળે છે. આરસનો પથ્થર તો એક જ ખાણમાંથી નીકળ્યો હોય છે પરંતુ એમાંથી બનેલી કલાકૃતિઓ અને મૂર્તિઓનો વૈભવ અનેરો હોય છે. આવા જ એક ભવ્યાતિભવ્ય મંદિરની એક સરસ મજાની વાત છે. આ મંદિરમાં આરસની આવી જ એક મોટી ખાણમાંથી મળેલ આરસની એક શિલામાંથી પ્રભુની મૂર્તિ બનતી હોય છે અને એની સાથે જ નીકળેલ બીજી શિલામાંથી મંદિરના પગથિયાં પણ બનતાં હોય છે. આરસના ભવ્ય મંદિરના આરસમાંથી જ બનેલા એક પગથિયાને પોતાની અવદશા જાઈને ખૂબ જ દુઃખ થાય છે. પોતાના દુર્ભાગ્ય વિશે મનોમન વિચારી તે રડવા રાગે છે. આવો અન્યાય મને શા માટે ? આરસના પગથિયાનો રડવાનો અવાજ બીજું કોણ સાંભળી શકે ?
આરસની ખાણના માલિક ખૂબ જ સંવેદનશીલ હતા અને ખાણના પથ્થરોને દિલથી ચાહતા હતા. તેમણે આરસના આ પગથિયાના રડવાનો અવાજ સાંભળ્યો. ત્યાં ઊભા રહી જઈ સહાનુભૂતિપૂર્વક તે પગથિયાને તેના દુઃખ વિશે તેમણે પૂછ્યું, ‘તું રડે છે શા માટે ?’ પ્રત્યુત્તરમાં પોતાની કરમકહાણીની વાત કરતાં પગથિયું કહે છે, ‘માલિક, હું અને મંદિરમાં રહેલ પ્રભુની પ્રતિમા એક જ મા-બાપના સંતાનો છીએ. આપ જાણો છો તે પ્રમાણે ખાણની એક મોટી શિલામાંથી અમે છૂટા પડેલા છીએ. મંદિરની અંદર રહેલ પ્રભુની મૂર્તિનું તમે ભાગ્ય જુઓ. લોકો તેના ચરણોમાં પોતાનું મસ્તક ઝુકાવે છે, અને મારું ફૂટેલું નસીબ જુઓ ! લોકો તેમના મેલા પગ મારા ઉપર મૂકી નિષ્ઠુર હૃદયે મારી સામું જાયા વગર પસાર થઈ જાય છે.’
ખાણના માલિક મહોદય સહિષ્ણુ હોવાની સાથે ખૂબ જ સમજદાર પણ હતા. તેમણે પગથિયાને આશ્વાસન આપી સમજાવતાં કહ્યું, ‘ભાઈ તારી વાત તો બિલકુલ સાચી છે. તારા દુઃખદર્દ પણ હું સમજી શકું છું. હું એનો સાક્ષી પણ છું પરંતુ તારો અને મૂર્તિના આરસ વચ્ચેનો તફાવત શું છે ? તે તને સરળ ભાષામાં સમજાવું છું. પ્રભુની મૂર્તિ જે આરસમાંથી બની તેણે પોતાની અંદર રહેલ પોતાની ક્ષમતાઓને જાણી લીધી હતી. સોમપુરા શિલ્પી જ્યારે તેમાંથી મૂર્તિ ઘડવા લાગ્યો ત્યારે પોતાની સહનશÂક્તની પરાકાષ્ઠા સુધી તે બધું જ સહન કરતો રહ્યો અને તેના પરિણામરૂપે એમાંથી સુંદર પ્રતિમાનું નિર્માણ થયું. હવે તારી વાત કરીએ તો તારી અંદર રહેલ એના જેવી જ ક્ષમતાઓ વિશે તેં ક્યાકેય વિચાર્યું નહિ. હવે શિલ્પી તને જ્યારે કંડારવા લાગ્યો, ત્યારે તેના ટાંકણાનો માર પણ તું સહન કરી ના શક્યો અને અધવચ્ચેથી તું બટકી ગયો. બસ તારી આ ભૂલને લીધે જ તારે પગથિયું બનવું પડ્યું છે.’
આપણા સહુની પણ આ જ વાત છે. આપણી અંદર રહેલ અનંત ક્ષમતાઓને આપણે પૂરેપૂરી જાણતા હોતા નથી. એવું કહેવાય છે કે, વિશ્વનો સર્વાેત્તમ બુદ્ધિશાળી ગણાતો વર્ગ પણ પોતાની આ ક્ષમતાઓનો પંદરથી વીસ ટકા જેટલો જ ઉપયોગ કરતો હોય છે. હવે આપણે જા એનો વધુમાં વધુ ઉપયોગ કરતાં શીખીશું તો તેના દ્વારા આપણી અંદર રહેલ પ્રભુની મૂર્તિનું નિર્માણ ચોક્કસ કરી શકીશું અને આવી અનંત ક્ષમતા તમારી, મારી અને આપણા સહુની અંદર છુપાયેલી છે. જરૂર છે માત્ર એને જાણવાની-પીછાણવાની અને તેનો ઉપયોગ કરવાની.
અહીં આપણે ખાણના જે માલિક મહાશયની વાત કરી તેનો સીધો સંબંધ માર્બલના મહારાજા ગણાતા ત્રિવેદી કોર્પ. લિ.ના ચેરમેન શ્રી કિરણભાઈ ત્રિવેદીની સાથે ન પણ હોય તેમ છતાં પગથિયાના ભાવજગતની સાથે તેઓ પોતાના અંતરમનથી નિશ્ચિતપણે જાડાયેલા છે. અહીં આપણે આવા એક સુપર માર્બલ મહારાજાના વ્યÂક્તત્વ વિશે અને આધુનિક ટેકનોલોજી અને કોમ્પ્યુટરની સહાયથી પોતાના સુપર માઈન્ડ દ્વારા અવનવી ડિઝાઈનનું નિર્માણ કરતા શ્રી કિરણભાઈ ત્રિવેદીની વાત કરીશું.
શ્રી કિરણભાઈ ત્રિવેદી ગુજરાતમાં માર્બલની માઈન્સ અને મંદિરની સ્થાપત્ય કલાના પર્યાયરૂપ બની ગયા છે. ત્રણ પેઢીથી ચાલ્યા આવતા આ પારંપારિક વ્યવસાયની સાથે કિરણભાઈએ આધુનિક ટેકનોલોજી અને કોમ્પ્યુટર વિજ્ઞાનનો સુભગ સમન્વય સાધી આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે. તેમના દાદા સ્વ. ડી.કે. ત્રિવેદી અને પિતાશ્રી જિતેન્દ્રભાઈએ માઉન્ટ આબુના વિશ્વપ્રસિદ્ધ દેલવાડાના દેરા અને રાણકપુરના મંદિરોના જિર્ણાેદ્ધારનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ અમદાવાદના નગરશેઠ ગણાતા કસ્તુરભાઈ લાલભાઈની પ્રેરણાથી તેમના દાદાએ અંબાજીમાં આરસની ખાણ શોધી ડી.કે. ત્રિવેદી એન્ડ સન્સના નામે એ વ્યવસાયમાં જંપલાવ્યું હતું. કિરણભાઈએ પોતાની આગવી બુદ્ધિપ્રતિભા અને આધુનિક ટેકનોલોજી દ્વારા તેનું સંવર્ધન કરતા રહી તેને વિશ્વવ્યાપી બનાવ્યો છે.
જિઓલોજી-ભૂસ્તરશા†ના વિજ્ઞાનનો અભ્યાસ કરનાર કિરણભાઈએ ૧૯૮૦ની સાલમાં પોતાના કૌટુંબિક વ્યવસાયમાં જાડાયા બાદ કંઈક નવું કરી બતાવવાની તમન્ના સાથે સૌપ્રથમ વાર માઈનિંગના ક્ષેત્રે ‘ડાયમંડ વાયર મશીન’નો ઉપયોગ કરી તેમણે એક મોટી ક્રાંતિ સર્જી હતી. ત્યારબાદ માર્બલ કટીંગ-કા‹વગ માટે ભારતમાં તેઓ સૌપ્રથમ કોમ્પ્યુટરાઈઝ્ડ ન્યૂમરિકલ મશીન (ઝ્રદ્ગઝ્ર) લઈ આવ્યા હતા. ડિઝાઈનના ક્ષેત્રે કોમ્પ્યુટરના ઓટો-કેડ સોફ્ટવેરનો સહુપ્રથમ સફળ પ્રયોગ તેમણે ૧૯૯૭માં કર્યાે હતો. ત્યારબાદ આધુનિક ટેકનોલોજીને અપનાવી તેના સુભગ સમન્વય દ્વારા તેઓ મંદિરોના નિર્માણના ક્ષેત્રે તથા તેની સુંદર કલાકૃતિઓમાં પ્રાણ પૂરી સમગ્ર વિશ્વને તેઓ ઉત્તમોત્તમ આપી રહ્યા છે. આજે પણ આધુનિક ટેકનોલોજીની સાથે તેઓ કદમ મિલાવી ચાલી રહ્યા છે. સ્કેનિંગના ક્ષેત્રે તેમણે થ્રી-ડી સ્કેનરની એકદમ નવી ગણી શકાય તેવી ટેકનોલોજી પણ અપનાવી છે. પોતાના આ કામને માટે કિરણભાઈએ ત્રિવેદી ટેક-ટોનિક, અમદાવાદ નામની કંપની પણ શરૂ કરી છે.
કિરણભાઈનો માર્બલના એક્સપોર્ટનો તથા મંદિરોના નિર્માણનો વ્યવસાય સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. ભારત ઉપરાંત અમેરિકા, ઇંગ્લેન્ડ, કેન્યા, ઇટલી, ઓસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયા, દુબાઈ, ન્યૂઝીલેન્ડ, મોરેશિયસ અને વિયેટનામ જેવા અનેક દેશોમાં કિરણભાઈના માર્બલની સાથે કલાકૃતિઓના માર્વેલે સહુને આશ્ચર્યચકિત કરી તે વ્યવસાયને એક નવી દિશા પ્રદાન કરી છે. વાત હોય ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિરની, ન્યૂયોર્કના અને લોસ એન્જલસના જૈન સેન્ટરની, લંડનના પ્રસિદ્ધ ક્રિષ્ના ટેમ્પલ કે બિહારના લોટસ ટેમ્પલની તેમને આવી બેનમૂન કલાકૃતિઓ બદલ અનેક એવોર્ડ અને પ્રમાણપત્રો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.
મંદિરો અને દેરાસરોની સાથે સાથે તેમણે વિશ્વના સૌથી મોટા ગણાતા ધનકુબેરોના મહાલયો અને બંગલાઓને પણ માર્બલના માર્વેલની સાથે સુંદર હેનમૂન કલા-કોતરણીથી સુશોભિત બનાવ્યા છે.
આ રીતે સમગ્રતયા કિરણભાઈનો વ્યÂક્તગત પરિચય મેળવીએ તો એમ લાગે કે તેમણે ગીતાના ‘યોગઃ કર્મસુ કૌશલમ્’ને પોતાનો જીવનમંત્ર બનાવી દીધો હોય એમ લાગે છે. પોતે જે કંઈ કામ કરતા હોય તેને વધુ સારી રીતે અને કુશળતાપૂર્વક કરવું એનું નામ યોગ. આ રીતે તેઓ એક સફળ અને કુશળ કર્મયોગી પણ છે. વ્યવસાયની સાથે તેઓ વધુ ને વધુ ઉન્નતિ કરતા રહે અને તેનો લાભ સમગ્ર સોમપુરા જ્ઞાતિના યુવાનોને મળતો રહે, એવી સોમપુરા સ્થાપત્ય ફાઉન્ડેશન તરફથી તેમને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ.