cropped-logo.png

Dhimant Vyas

Home/ Dhimant Vyas

સ્થાપત્યકલાને એનિમેશન દ્વારા જીવંત બનાવનાર

ગાંધીજીના વિશ્વવિખ્યાત બનેલા ત્રણ બંદરોની વાત તો આપણે સૌ જાણીએ છીએ. આ ત્રણ બંદરોની શિલ્પકૃતિ ગાંધીજીને ભેટમાં આપવામાં આવી હતી. ગાંધીજીને તે ખૂબ જ પ્રિય હતી. આ ત્રણ બંદરોમાંના પહેલા બંદરે પોતાના બે હાથ વડે બે આંખો બંધ કરેલી છે. બીજાએ પોતાના બે હાથથી બે કાન બંધ કર્યા છે અને બીજાએ બે હાથથી પોતાનું મોં બંધ કરેલું છે. તેના થકી એક ખૂબ સરસ મજાનો સંદેશ આપવામાં આવ્યો છે. ‘બૂરા મત સુનો, બૂરા મત દેખો ઓર બૂરા મત બોલો.’ તો આ થઈ ગાંધીજીના ત્રણ બંદરોના સંદેશની સરસ મજાની વાત. આવી જ એક શિલ્પ કલાકૃતિ જાપાનમાં આવેલી છે. તે ઉપર કહેલા ત્રણ બંદરોથી સહેજ જુદા પ્રકારની છે. તેમાં પહેલા બંદરે પોતાના એક હાથથી એક આંખ બંધ કરી છે અને એક ખુલ્લી રાખી છે. બીજાએ પોતાનો એક કાન બંધ કર્યાે છે અને એક ખુલ્લો રાખ્યો છે અને બીજાએ એક હાથથી અડધું મોં બંધ કરેલ છે. જાપાનના બંદરોની આ કલાકૃતિનો અર્થ પણ ખૂબ સુંદર છે. એક આંખ બંધ રાખી બૂરા મત દેખો પરંતુ બીજી આંખ ખુલ્લી રાખી દુનિયામાં જે કંઈ સારું અને સુંદર છે તે જરૂર જુઓ. તેવી જ રીતે એક કાનથી બૂરા મત સુનો પરંતુ બીજા કાનથી જે સારું અને કલ્યાણકારી છે તે જરૂર સાંભળો. અને છેલ્લે બૂરા મત બોલો પરંતુ જે સાચું છે તે સારી રીતે બોલો. આ શિલ્પકૃતિની રચના કોણે કરી હશે તે આપણે જાણતા નથી. પરંતુ ચોક્કસ તે સ્થાપત્યકલાના કોઈ ભાઈશ્રી ધીમંત વ્યાસ જેવા સર્જનાત્મક શિલ્પીની જ રચના હોવી જાઈએ.

મહાત્મા ગાંધીજીની વાત નીકળી છે અને હમણાં જ આપણે જેની ૧૫૦મી જન્મજયંતી ઉજવી છે તે ગાંધીજીનો જન્મદિવસ ૨જી ઓક્ટોબર તે આપણા શ્રી ધીમંતભાઈ વ્યાસનો પણ જન્મદિવસ છે. વાહ કેવો યોગાનુયોગ કહેવાય. ધીમંતભાઈના નામનો અર્થ પણ કેટલો સુંદર છે. કલાના વારસા અને વૈભવની સાથે સંસ્કૃતમાં ‘ધી’નો અર્થ થાય છે – ‘બુદ્ધિ’ જે આવી પ્રતિભાનો સ્વામી છે તે ધીમંત. પોતાની આવી બુદ્ધિ પ્રતિભા દ્વારા તેમણે ચિત્રકલા, શિલ્પ, ફોટોગ્રાફી અને એનિમેશન ડિઝાઈનનો સમન્વય કરી તે બધા જ ક્ષેત્રોમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે.

ભારતીય સંસ્કૃતિની પરંપરામાં હજારો વર્ષથી ચાલતી આવતી સ્થાપત્યકલા, વાસ્તુશા†, ચિત્ર અને શિલ્પકલા જેવા ગહન વિષયોને એનિમેશનની આધુનિક ટેકનિક દ્વારા જીવંત બનાવનાર ભાઈશ્રી ધીમંત વ્યાસ સોમપુરા જ્ઞાતિના યુવાનો માટે એક આદર્શ રોલમોડલ સમાન છે.

પોતાની આગવી એનિમેશન કલા દ્વારા ‘તારે જમીન પર’ લઈ આવનાર શ્રી ધીમંત વ્યાસ બોલિવૂડના એક પ્રતિષ્ઠિત કલાકાર હોવાની સાથે સાથે એનિમેશન ફિલ્મ ડિઝાઈનર છે. બોલિવૂડથી આગળ વધતા રહીને તેઓ અમેરિકા, ઇંગ્લેન્ડ અને યુરોપની અનેક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જાડાયેલા છે. આપણા સહુના માટે ગૌરવ લેવા જેવી વાત તો એ છે કે ધીમંતભાઈ અમદાવાદની આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંસ્થા એનઆઈડી-નેશનલ ઇÂન્સ્ટટ્યૂટ ઓફ ડિઝાઈનના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે.

મુંબઈની સુપ્રસિદ્ધ જહાંગીર આર્ટ ગેલેરી તથા આર્ટિઝન આર્ટ ગેલેરી જેવા અનેક સ્થળોએ ધીમંતભાઈની ચિત્રકલા-સોલો પેઈન્ટિંગના ભવ્ય પ્રદર્શનો યોજાતા રહ્યા છે. બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને આમીરખાન ઉપરાંત નંદિતા દાસ જેવા અનેક પ્રસિદ્ધ કલાકારો તેમના પ્રશંસક રહી ચૂક્યા છે.

ધીમંતભાઈ કલાના વિવિધ કાર્યક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે. ધીમંતભાઈના આવા અદ્વિતીય પ્રદાન બદલ તેમને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. માત્ર ભારતની નહટ્ઠ પરંતુ વિશ્વની અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે તેઓ સિનિયર આર્ટ ડિરેક્ટર, એનિમેશન ડિઝાઈનર, ક્રિયેટીવ ડાયરેક્ટર તથા સિનિયર કન્સલ્ટન્ટ તરીકે સક્રિય રીતે જાડાયેલા છે. તેમણે બી.બી.સી., યુનિસેફ, એમ.ટી.વી., હેપ્પી પ્લેનેટ, કાર્ટૂન નેટવર્ક તથા જીંગા ગેઈમ્સ જેવી બ્રાન્ડનેમ ધરાવતી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંસ્થાઓ સાથે કામ કરી પોતાની સાથે ભારતના નામને પણ ઉજાગર કર્યું છે. ધીમંતભાઈને તેમના આવા પ્રશંસનીય કાર્ય બદલ બેસ્ટ શોર્ટ ફિલ્મ એવોર્ડ, સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ, ગોલ્ડન એવોર્ડ જેવા અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે.

સોમપુરા જ્ઞાતિનો આ સ્વપ્નદૃષ્ટા યુવાન શિલ્પી કલાકાર આવનારી અનેક પેઢી માટે એક આદર્શ પ્રેરણામૂર્તિ સમાન છે. તેમનું સન્માન તે વાસ્તવમાં સમગ્ર સોમપુરા જ્ઞાતિનું સન્માન કરવા બરાબર છે. તેમની આ કલાયાત્રા નિરંતર ચાલતી રહે અને વધુ ને વધુ ઊંચા શિખરો પ્રાપ્ત કરતી રહે તેવી આપણા સહુના તરફથી સોમપુરા સ્થાપત્ય ફાઉન્ડેશન ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.