cropped-logo.png

Sureshbhai Sompura

Home/ Sureshbhai Sompura

શૂન્યમાંથી સર્જન કરનારા શ્રી સુરેશભાઈ સોમપુરા

વિશ્વને ‘સત્યં શિવં સુંદરમ્‌’ના જેવું અદ્વિતીય સૂત્ર આપનાર ભારતીય સંસ્કૃતિની પરંપરામાં બ્રહ્માજીને આ સૃષ્ટિના સર્જનહાર માનવામાં આવ્યા છે. આ દૃષ્ટિએ બ્રહ્માજીને આપણે આ વિશ્વના સર્વપ્રથમ આદ્ય શિલ્પકારનું બિરુદ જરૂર આપી શકીએ. આ સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યા પછી તેમણે વિચાર્યું કે મારા આ સર્જનાત્મક કામને આગળ કોણ વધારશે ? પોતાના આ કામને આગળ વધારવા તેમણે પોતાની પ્રતિકૃતિ સમાન મનુષ્યનું સર્જન કર્યું. બ્રહ્માજીનું તે સર્વશ્રેષ્ઠ સર્જન હતું. તેમણે પોતાના આ સર્વશ્રેષ્ઠ સર્જનને પોતાની બધી જ શક્તિઓનું વરદાન આપ્યું અને ત્યાર પછીનો મનુષ્યજાતિનો ઇતિહાસ તો આપણે સૌ જાણીએ છીએ. આદિમાનવે ચકમકના પથ્થરોને ઘસીને અગ્નિની શોધ કરી. ત્યારબાદ ખેતી, ચક્ર અને પૈડાની શોધ દ્વારા તેણે મોટી ક્રાંતિ સર્જી. અને તેનાથી પણ આગળ વધતા રહી બ્રહ્માજીની કૃતિને વધુ સારી બનાવે તેવી સંસ્કૃતિનો જન્મ થયો. મનુષ્યને તેનાથી પણ સંતોષ ન થયો. તેને તો જે પૃથ્વી પર તે રહેતો હતો તેને વધુ ને વધુ સુંદર બનાવવી હતી. પરંતુ તેને વધુ સુંદર કઈ રીતે બનાવી શકાય ? પૃથ્વીને વધુ સુંદર બનાવવા માગતો એક સમૂહ બ્રહ્માજીની પાસે ગયો. હાથ જાડીને નતમસ્તક થઈ તેમને વિનંતી કરતાં કહ્યું, હે પ્રભુ આપે જે સૃષ્ટિનું સર્જન કર્યું છે તે ખરેખર અદ્‌ભુત અને અદ્વિતીય છે, પરંતુ અમે તેને વધુ સુંદર બનાવવા માગીએ છીએ. એને માટે આપ અમને શક્તિ આપો, વરદાન આપો. બ્રહ્માજીએ વિચાર્યું કે વાહ આવા પણ કેટલાક મનુષ્યો છે જે મારા સર્જનને પણ વધુ સુંદર બનાવવા માગે છે ! તેમણે ખૂબ જ પ્રસન્ન થઈ પોતાની સર્જનકલાની બધી જ શક્તિઓ આપી તેમને વિદાય કર્યા. આ રીતે બ્રહ્માજીએ સૃષ્ટિને વધુ સુંદર બનાવવાનું વરદાન જે લોકોને આપ્યું હતું તે હતા સોમપુરા જ્ઞાતિના આદિ પૂર્વજા. તેમને આપણા કોટિ કોટિ પ્રણામ.

સાહિત્ય, સંગીત અને કલાની સંસ્કૃતિના વિકાસની સાથે બ્રહ્માજીનું વરદાન પામેલા આ સોમપુરા જ્ઞાતિના પૂર્વજાએ સ્થાપત્યકલાનો વિકાસ કર્યાે. એ સ્થાપત્ય અને શિલ્પકલામાંથી સર્જાયા બેનમૂન અદ્વિતીય મંદિરો અને મહાલયો. આપણા ભવ્ય ભૂતકાળના એ અદ્‌ભુત પ્રતીકો હતા. કાળક્રમે તે મંદિરો અને મહાલયો પણ ખંડેર બની ગયા. પરંતુ તેમની એ સ્થાપત્યકલા આજે પણ જીવંત રહી શકી છે તેનું શ્રેય સોમપુરા જ્ઞાતિના સહુ વંશજાને છે. તે સહુને આપણી સો સો સલામ.

આવી આ ભવ્યાતિભવ્ય રત્નજડીત સોમપુરા જ્ઞાતિની પરંપરાના એક આધુનિક રત્નનું નામ છે શ્રી સુરેશભાઈ સોમપુરા. તેમનું નામ જ સુરેશ છે. જેનો અર્થ થાય છે દેવોના પણ જે ઈશ છે તે સુરેશ. સોમપુરા જ્ઞાતિનું એક ગૌરવવંતુ નામ એટલે સુરેશભાઈ સોમપુરા. જ્ઞાતિના ગુજરાત પ્રદેશના દસ વર્ષ સુધી પ્રમુખપદે રહી સાથે સાથે સમગ્ર ફેડરેશન ઓફ સિરામિક ઇન્ડસ્ટ્રીના પ્રમુખપદને પણ તેમણે શોભાવ્યું છે. ખરેખર તો તે પદને તેમણે માત્ર શોભાવ્યું નથી પરંતુ સિરામિક ઉદ્યોગને એક નવી દિશા પ્રદાન કરી છે. આ સાથે સામાજિક સેવાના ક્ષેત્રે પણ તેમનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે. બાળકોના શિક્ષણ માટે તેમણે લીટલ ફ્લાવર્સ ઇંÂગ્લશ સ્કૂલની સ્થાપના કરી શિક્ષણના ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કર્યું છે. આ ઉપરાંત તેમણે થાનગઢમાં રોટરી ઇન્ટરનેશનલની સ્થાપના કરી વર્ષાે સુધી તેના પ્રમુખપદને શોભાવ્યું હતું. આ ઉપરાંત લાયન્સ ક્લબ થકી તેમણે સમગ્ર થાનગઢ પંથકમાં સેવાની જ્યોત પ્રગટાવી છે.

આ રીતે નિરંતર પરિશ્રમ દ્વારા શૂન્યમાંથી સર્જન કરનાર શ્રી સુરેશભાઈને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે. માત્ર ગુજરાતના નહટ્ઠ પરંતુ સમગ્ર ભારતીય સિરામિક ઇન્ડસ્ટ્રીઝના બેસ્ટ એવોર્ડનો ખિતાબ પણ તેમને પ્રાપ્ત થયો છે. સોમપુરા કેળવણી કેન્દ્રના વર્ષાે સુધી પ્રમુખ રહી સુરેશભાઈએ ઘણા સુંદર આયોજનો કરેલા છે. આદરણીય સંત પૂ. મોરારીબાપુના હસ્તે શ્રેષ્ઠ ઉદ્યોગકારનો એવોર્ડ પ્રાપ્ત કરનાર શ્રી સુરેશભાઈ સોમપુરાએ જ્ઞાતિના વિકાસ અને સંવર્ધન માટે જે યોગદાન આપ્યું છે તે ચિરસ્મરણીય રહેશે. ઈશ્વર તેમને સારા સ્વાસ્થ્યની સાથે શતાયુ બનાવે તેવી આપણા સહુના તરફથી સોમપુરા સ્થાપત્ય ફાઉન્ડેશન ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.