જેની પાસે પરિવાર હોય, પૈસો હોય, સમૃદ્ધિ હોય, સ્વાસ્થ્ય સારૂ હોય ત્યારે આ બધી મોહમાયા નો ત્યાગ કરી સંસારિક નામ સુનિલ ધરાવતા ૧૯ વર્ષની યુવાને જૈનધર્મની આરાધના માટે ૧૨-૨-૧૯૯૯ના રોજ દિક્ષા લીધી અને ગુરુદેવ
પ.પૂ. વર્ધમાનતપોનિધિ આ.ભ.શ્રી કલ્યાણબોધિસૂરિજી મહારાજા પાસેથી સંસ્કૃત – પ્રાકૃત વ્યાકરણ, ન્યાય, આગમ, સાહિત્ય, િર્શલ્પ, વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રોનું ગુઢ જ્ઞાન પ્રાપ્ત કર્યું
સમસ્ત સોમપુરા શિલ્પી સ્થપતિઓને મંદિર નિર્માણમાં ઉપયોગી થઇ શકે એવો “જૈન શિલ્પ વિધાન” (ભાગ-૧-૨-૩) અને “જૈન શિલ્પ વિચાર” એમ ચાર ગ્રંથોનો શિલ્પગ્રંથ સંપુટ, સચિત્ર આપે પ્રકાશિત કર્યાે છે.
પ્રસ્તુત ગ્રંથ આપણી સંસ્કૃતિની ગૌરવગાથા તો ગાશે જ. સાથે સાથે ભાવિ પેઢીને માર્ગદર્શન પણ આપતો રહેશે. વર્તમાન સમયમાં અને ભવિષ્યમાં પણ આ ગ્રંથ ‘સંદર્ભ ગ્રંથ’ની ગરજ સારશે.
એક જૈનમુનિ તરીકે આપે શિલ્પ સંલગ્ન ૨૦૦ થી અધિક રેફરન્સ ગ્રંથોને આધારે ૧૦મી સદીથી ૨૦મી સદી સુધીના હજારથી અધિક પ્રાચીન-અર્વાચીન મંદિરોના અભ્યાસ દ્વારા અને મંદિર નિર્માણ કાર્યના અનુભવી શિલ્પીઓ સાથે કલાકોની સંગોષ્ઠિ દ્વારા મેળવેલ શિલ્પજ્ઞાન આપે ગ્રંથરૂપે પ્રકાશિત કર્યાે છે, તેથી વધુ રૂડું શુ હોય ?
આજના યુગમાં ટેક્નોલોજી અને માનવશÂક્તના સમન્વય દ્વારા અસંભવને સંભવ બનાવવાની ક્ષમતા ઉભી થઈ છે. આવી ક્ષમતાનો મહત્તમ ઉપયોગ થઈ શકે એ દિશામાં આવો મહામૂલ્ય ગ્રંથ નિમિત્ત બનીને સર્જન શÂક્તમાં વિકાસની નવી કેડી કંડારશે તેવી અભ્યર્થના સહ આ “મહાન શિલ્પગ્રંથ” ના વધામણા કરીએ છીએ. તથા અમો આપને હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ.