cropped-logo.png

Sanjay Raval

Home/ Sanjay Raval

શૂન્યમાંથી સર્જન કરનારા શ્રી સુરેશભાઈ સોમપુરા

યોગ એટલે શું ? એની સુંદર પરિભાષા આપતા શ્રીમદ્‌ ભગવદ્‌ગીતામાં કહેવામાં આવ્યું છે કે, ‘योगः कर्मसु कुशलाम्’ અર્થાત્‌ તમે જે કંઈ કરો તેમાં કુશળતા એટલે ‘Execellence’ પ્રાપ્ત કરવી એનું નામ યોગ. આનાથી વધુ સારી યોગની બીજી વ્યાખ્યા કઈ હોઈ શકે ? આપણા સહુના માનીતા સુપ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર શ્રી સંજયભાઈ રાવલે ગીતાની આ કર્મમાં કુશળતાની વાતને આધુનિક સંદર્ભમાં મૂકી આપી ‘જે કરો તે બેસ્ટ કરો’નું સૂત્ર આપ્યું છે. તેના દ્વારા તેઓશ્રીએ માનનીય પ્રધાનમંત્રીના ‘Skill Development’ ના અભિયાનને લાખો યુવાનો સુધી પહોંચાડ્યું છે.

શ્રી સંજયભાઈ એક મોટીવેશનલ સ્પીકર હોવાની સાથે સાથે એક મોટા ગજાના સ્વપ્નદૃષ્ટા પણ છે અને પોતાના આવા મહાન સ્વપ્નોને સાકાર કરી બતાવવાની ક્ષમતા પણ તેઓ ધરાવે છે. ગુજરાતના ૩૩ જિલ્લામાં યુવાનોમાં સર્જનાત્મકતા અને કૌશલ્યને વધારે તેવી ૩૩ શાળાઓનું નિર્માણ કરવા તેઓ કટિબદ્ધ છે. આ સાથે આવનાર પાંચ વર્ષાેમાં યુવાનોની સર્જનાત્મકતા અને કૌશલ્યનું સંવર્ધન કરે તેવી પાંચ યુનિવર્સિટીઓની સ્થાપના કરવાની ખ્વાહિશ પણ તેઓ ધરાવે છે.

તેમના સેમિનારનો મુખ્ય વિષય છે ‘ભયમુક્ત જીવન અને વ્યક્તિત્વ વિકાસ’ છે. અહટ્ઠ જે ભયમુÂક્તની વાત કરવામાં આવી છે તેનું અનુસંધાન પણ ગીતામાં જાવા મળે છે. ગીતાના સોળમા અધ્યાયમાં દૈવી અને આસુરી સંપત્તિ ધરાવનાર વ્યક્તિની વિગતે ચર્ચા કરવામાં આવી છે. તેમાં દૈવી સંપત્તિ ધરાવનાર વ્યક્તિના ગુણોની વાત કરતાં કહેવામાં આવ્યું છે. ‘अभयं सत्वसंशुद्धि: ज्ञानरोगीव्यवस्थिति:’ તેમાં ‘અભય’ને સહુપ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. ભયથી મુક્ત હોવું તે મોટામાં મોટી દૈવીય સંપત્તિ છે. તેમના આ પ્રેરણાદાયી સેમિનારના ૧૪૦૦થી પણ વધુ કાર્યક્રમો થઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા ઉપર તેમના આ સેમિનારને એક કરોડથી પણ વધુ લોકોએ પ્રેમપૂર્વક વધાવી લીધો છે. આ સેમિનાર દ્વારા તેમણે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત સહુને ભયમુક્ત થઈ હકારાત્મક જીવન જીવવાનો આત્મવિશ્વાસ આપી ‘Always Be Posotive’ નો જીવનમંત્ર દ્વારા એક નવી દિશા પ્રદાન કરી છે.

આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા સહુપ્રથમ માતાને સ્થાન આપી ‘માતૃદેવો ભવ’ અને ત્યાર પછી ‘પિતૃદેવો ભવ’ અને ‘આચાર્ય દેવો ભવ’ની વાત કરવામાં આવી છે. સંજયભાઈને આ વાત ખૂબ ગમી ગઈ હોવાથી તેઓ પોતાના નામ પછી તેમના માતુશ્રી મેનાબેનનું નામ લખાવે છે અને ત્યારબાદ પિતાશ્રી સોમનાથભાઈનું નામ આવે છે. આ રીતે તેઓ પોતાને સંજયભાઈ મેનાબેન સોમનાથભાઈ રાવલ તરીકે ઓળખાવે છે. પાલનપુરના એક અતિ સામાન્ય મધ્યમવર્ગીય બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. કુટુંબની વિકટ પરિÂસ્થતિ અને અનેક પ્રકારના સંઘર્ષાેનો સામનો કરતાં રહી તેમણે પાલનપુરમાંથી બી.એસસી. તથા એલ.એલ.બી.નો અભ્યાસ પૂરો કર્યાે. ત્યારબાદ અમદાવાદને તેમણે પોતાની કર્મભૂમિ બનાવી છે.

સંજયભાઈ તેમના નામને અનુરૂપ સંજયદૃષ્ટિ એટલે કે દૂર સુધી જાઈ શકવાની દૂરંદેશીય દૃષ્ટિ ધરાવે છે. આવનારી યુવાન પેઢીમાં વાંચનની સાથે કસરતના સંસ્કારોનું સિંચન કરી તેમના આત્મવિશ્વાસ દ્વારા તેમની આંતરિક ક્ષમતાઓને બહાર લાવવા તેઓ નિરંતર પ્રયત્નશીલ છે. ‘હવે મને પહેલાં કરતાં સારું લાગે છે’ અને ‘મને ગમે છે તમને પણ ગમશે’ – સંજયભાઈના આ બે પુસ્તકોની એક લાખ દસ હજારથી પણ વધુ નકલો વેચાઈ ચૂકી છે. તેઓ ‘તક્ષશિલા’ ટ્રેઝર બુક્સ એન્ડ લાઈફસ્ટાઈલ સ્ટોર્સના માલિક છે. આ ઉપરાંત ‘ટ્રેઝર રેસિડેન્સી’ નામક બંગલો તથા ફ્લેટની સ્કીમના તેઓ એક સફળ ઓર્ગેનાઈઝર પણ છે.

આજના મંગલ દિવસે સોમપુરા સ્થાપત્ય ફાઉન્ડેશન આપણા સહુના તરફથી સંજયભાઈના આ બધા જ સર્જનાત્મક અને કૌશલ્યનું સંવર્ધન કરનાર સ્વપ્નો સાકાર થાય તે માટે અંતઃકરણપૂર્વકની શુભેચ્છા પાઠવે છે.