શ્રી ચંદ્રકાંતભાઈ સોમપુરાનો એક જ વાક્યમાં પરિચય મેળવવો હોય તો કહી શકાય કે,
હવે એને માટે આપણે સૌપ્રથમ પ્રભાશંકરભાઈનો પરિચય મેળવવો રહ્યો. ‘સૌરાષ્ટ્રે સોમનાથં ચ’ ભારતના ૧૨ જ્યોતિ‹લગોમાં જે પ્રથમ સ્થાને બિરાજે છે તે જ્યોતિ‹લગનું નામ છે શ્રી સોમનાથ મહાદેવ. આ સોમનાથ મંદિરનો ભવ્ય ભૂતકાળ હતો. સુવર્ણ અને રત્નજડિત આ મંદિરને વિદેશી આક્રમણકારો દ્વારા વારંવાર લૂંટવામાં આવ્યું અને એ રીતે તે વારંવાર ખંડિત પણ થતું રહ્યું. ૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા મળ્યા પછી ભારતના લોહપુરુષ અને તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનો જીર્ણાેદ્ધાર કરી તેના નવનિર્માણ માટેનો શિલાન્યાસ વિધિ કર્યાે હતો. ત્યારબાદ આ મંદિરનું વિધિવિધાન પ્રમાણે નિર્માણ કરવાનું કામ તે સમયના સ્થાપત્યશા†ના વિદ્વાન અને સોમપુરા જ્ઞાતિના પંડિત શ્રી પ્રભાશંકરભાઈને સોંપવામાં આવ્યું હતું. આ સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં તેમણે પોતાની સ્થાપત્યકલાના સંપૂર્ણ જ્ઞાનની સાથે અથાક પરિશ્રમનો સુભગ સમન્વય કરી તેને અનુપમ અને અદ્વિતીય બનાવ્યું છે. પ્રભાશંકરભાઈને તેમના આવા અદ્ભુત સોમનાથ મંદિરના નિર્માણકાર્ય બદલ પદ્મશ્રીના એવોર્ડથી નવાજવામાં પણ આવ્યા હતા. સોમપુરા જ્ઞાતિના આવા મહાપુરુષને આપણાં કોટિ કોટિ પ્રણામ.
આ પ્રભાશંકરભાઈના પુત્ર શ્રી બળવંતભાઈએ પિતાની પાસેથી શા†નું જ્ઞાન અને અનુભવ બંને મેળવ્યા પછી તેમના વારસાને આગળ વધાર્યાે હતો. પરંતુ બદ્રિનાથ મંદિરના જીર્ણાેદ્ધાર બાદ પાછા ફરતી વખતે બળવંતભાઈનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. ત્યારે ચંદ્રકાંતભાઈની ઉંમર માત્ર ૨૪ વર્ષની હતી અને ત્યારે તેઓ માર્બલનો વ્યવસાય કરતા હતા. પરંતુ દાદાશ્રી પ્રભાશંકરભાઈના આગ્રહથી તેઓ પોતાના વંશપરંપરાગત મંદિર નિર્માણના કાર્યમાં જાડાયા.
દાદા અને પૌત્રની આ જાડીએ કમાલ કરી બતાવી. દાદાશ્રીના તલસ્પર્શી સ્થાપત્યશા†ના જ્ઞાનની સાથે તેમને પ્રેÂક્ટકલ અનુભવ પણ મળતો રહ્યો. દાદાની સાથે રહી તેમણે અંબાજી મંદિર, શેષશાઈ વિષ્ણુ મંદિર અને રેણુકુટેશ્વર મહાદેવ મંદિરનું કાર્ય પરિપૂર્ણ કર્યું. પૂ. દાદાના નિધન બાદ તેમના અધૂરા કાર્યાે પૂરા કરી મંદિરના નવા નિર્માણના કાર્યાે તેમણે હાથ ધર્યા.
ચંદ્રકાંતભાઈએ દેશ-વિદેશમાં ઘણાં મંદિરોના નિર્માણનું કાર્ય કર્યું છે. તે બધામાં જે સર્વાેચ્ચ સ્થાને છે તેમાં ગાંધીનગરનું અક્ષરધામ મંદિર અને લંડનના સ્વામિનારાયણ મંદિરનો સમાવેશ થાય છે. લંડનના આ મંદિર માટે તેમને ‘ડિઝાઈન એન્ડ આર્કિટેક્ટ’નો સ્પેશ્યલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ચિત્તોડ, પાલિતાણા તથા બગદાણા જેવા સ્થળોએ પણ મંદિરો તથા દેરાસરના તેમના નિર્માણ કાર્યાે ચાલી રહ્યા છે.
પ્રકાશન ક્ષેત્રે પણ તેમણે દાદાના અપૂર્ણ રહેલા ‘વાસ્તુનિઘંટુ’ પુસ્તકનું કામ પૂરું કરી તેને પ્રકાશિત કર્યું છે. આ ઉપરાંત બીજા પણ બે ગ્રંથોના પ્રકાશનનું કામ ચાલી રહ્યું છે.
હવે સૌથી મહત્વપૂર્ણ વાત કરીએ તો હાલમાં જેનો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે, તે અયોધ્યાના શ્રીરામ મંદિરના ડિઝાઈનનું કામ પણ શ્રી ચંદ્રકાંતભાઈને સાંપવામાં આવ્યું હતું અને તે કામ તેમણે સફળતાપૂર્વક પૂરું કર્યું છે. આપણા સૌને માટે એ ગૌરવની વાત છે. આ રીતે જાઈએ તો દાદા શ્રી પ્રભાશંકરભાઈ દ્વારા નિર્માણ પામેલ સોમનાથ મંદિરથી શરૂ થયેલ આ મંદિર-નિર્માણયાત્રા અયોધ્યાના રામમંદિરના નિર્માણ સાથે પરિપૂર્ણ થાય તેવી આપણા સૌની હાર્દિક શુભેચ્છા. આ સાથે વિશેષ કરીને દાદાશ્રી પ્રભાશંકરભાઈને મળેલ પદ્મશ્રીનો એવોર્ડ તેમના પૌત્ર શ્રી ચંદ્રકાંતભાઈને પણ પ્રાપ્ત થાય તેવી સોમપુરા સ્થાપત્ય ફાઉન્ડેશન તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.